RRB Recruitment 2025: ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સરકારી નોકરીની માટેની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખુશખબર છે. રેલ્વે ભરતી બોર્ડ દ્વારા તાજેતરમાં નવી ભરતી માટે ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે યોગ્ય અને લાયક ઉમેદવારોઓની અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ભરતી ની પ્રક્રિયામાં યોગ્ય પગારધોરણ, સ્પષ્ટ પસંદગી ના માપદંડ અને જરૂરી શૈક્ષણિક લાયકાતની માહિતી પણ જાહેર કરવામાં આવી છે. અમે આ ભરતીમાં કયા પદો માટે છે, કેટલી જગ્યા ખાલી છે, અને અરજી કરવાની સંપૂર્ણ રીત શું છે – તેથી સંપૂર્ણ માહિતી અમે આ લેખમાં સરળ અને સ્પષ્ટ ગુજરાતી ભાષામાં જણાવીશુ તેથી ધ્યાન પુર્વક લેખ વાંચવો .
મહત્વની તારીખ
રેલ્વે ભરતી બોર્ડ ભરતી માટેની અરજી પ્રક્રિયા 21 ઓક્ટોબર 2025થી શરૂ થશે અને તેની છેલ્લી તારીખ 20 નવેમ્બર 2025 રહેશે. આ સમયગાળા દરમિયાન ઉમેદવારો ઓફલાઇન માધ્યમથી પોતાની અરજી કરી શકે છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અંતિમ તારીખની રાહ જોયા વિના વહેલી તકે જરૂરી દસ્તાવેજો સાથે અરજી પ્રક્રિયા પૂર્ણ કરે, જેથી અંતિમ ક્ષણે કોઈ મુશ્કેલી ન પડે અને તેમની અરજી સફળતાપૂર્વક સ્વીકારવામાં આવે..
પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા
આ ભરતી અંતર્ગત રેલ્વે ભરતી બોર્ડ માં ટ્રાફિક આસિસ્ટન્ટ, સ્ટેશન માસ્ટર, ક્લાર્ક અન્ય અન્ય એન.ટી.પી.સી ના પદ માટે લાયક અને અનુભવી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. કુલ 5810 ખાલી જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારોને સૂચના આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલાં સત્તાવાર જાહેરનામું વિગતવાર વાંચે.
પગાર ધોરણ
રેલ્વે ભરતી બોર્ડ ની ભરતી માટે પગાર ધોરણ પદો પ્રમાણે મળશે, જેમાં શરૂઆતનો પગાર ₹25,500 થી ₹35,400 સુધી મળશે. આ ભરતી વિવિધ પદો ના આધારિત રહેશે.
| પોસ્ટ | જગ્યાઓ | પ્રારંભિક પગાર |
|---|---|---|
| Chief Commercial cum Ticket Supervisor | 161 | ₹35,400 |
| Station Master | 615 | ₹35,400 |
| Goods Train Manager | 3,416 | ₹29,200 |
| Junior Accounts Assistant cum Typist | 921 | ₹29,200 |
| Senior Clerk cum Typist | 638 | ₹29,200 |
| Traffic Assistant | 59 | ₹25,500 |
| કુલ | 5,810 | — |
પસંદગી પ્રક્રિયા
રેલ્વે ભરતી બોર્ડ ભરતી માટે પસંદગી પ્રક્રિયા અનેક તબક્કાઓમાં પૂર્ણ કરવામાં આવશે. શરૂઆતમાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને મેળવેલા ગુણના આધારે પ્રથમિકતા નક્કી કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોને કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT–1 અને CBT–2) માટે બોલાવવામાં આવશે. ચોક્કસ પદો માટે CBAT (Computer Based Aptitude Test) પણ લેવાશે, જેમાં ઉમેદવારની બુદ્ધિ, લોજિકલ સ્કિલ્સ અને ઔદ્યોગિક કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. CBTના તમામ તબક્કાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ઉમેદવારોને આગળના તબક્કે Document Verification માટે બોલાવવામાં આવશે, જ્યાં તમામ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે. છેલ્લે, લાયક ઉમેદવારોને Medical Examination દ્વારા શારીરિક ધોરણો અને આરોગ્ય સંબંધિત માપદંડોની પુષ્ટિ કરવામાં આવશે. તમામ તબક્કાઓ સફળતાપૂર્વક પાસ કરનારા ઉમેદવારોની અંતિમ પસંદગી મેરિટ મુજબ કરવામાં આવશે.
વય મર્યાદા
આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 થી 33 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025 ના આધાર પર કરવામાં આવશે. ઉંમર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવાર પાસે માન્યિત યુનિવર્સિટીમાંથી કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી Graduation હોવી આવશ્યક છે. સાથે જ ઉમેદવાર પાસે સંબંધિત ક્ષેત્રનો અનુભવ અથવા તકનિકી જ્ઞાન હશે તો તેને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. લાયકાત સંબંધિત વિગતવાર માહિતી અને પદ માટે જરૂરી વિશિષ્ટ શૈક્ષણિક માપદંડો સત્તાવાર જાહેરાતમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા છે.
- Graduation કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી
- Typist પોસ્ટ્સ માટે: Typing Knowledge (English/Hindi) ફરજિયાત
અરજી ફી
આ ભરતી માટે ઉમેદવારોને અરજી કરતી વખતે નક્કી કરેલી ફી ચૂકવવી ફરજિયાત રહેશે. SC, ST, Ex-Servicemen, PwBD, Female, Transgender, Minority અને EBC કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ₹250 રાખવામાં આવી છે, જ્યારે અન્ય તમામ વર્ગના ઉમેદવારોને ₹500 અરજી ફી ચૂકવવાની રહેશે. ફી યોગ્ય માધ્યમ દ્વારા જમા કરાવવી ફરજિયાત છે અને એક વાર ભરેલી ફી પરત ન કરવામાં આવે.
અરજી પ્રક્રિયા
રેલ્વે ભરતી બોર્ડ ભરતી માટેની અરજી માત્ર ઓનલાઇન રીતે જ સ્વીકારવામાં આવશે. ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ rrbchennai.gov.in પર જઈને સૌપ્રથમ તમારે ત્યાં રજીસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ જરૂરી માહિતી ભરી, ફોટો, સહી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા પછી અરજી ફી ભરવાની રહેશે. આખી માહિતી ચકાસીને ફોર્મ સબમિટ કરવું અને તેની acknowledgment કોપી ડાઉનલોડ કરીને રાખવી જરૂરી છે. જેથી કરી ને અરજીની પ્રક્રિયા પૂરી તયી જાય, જેથી કોઈ ટેક્નિકલ તકલીફ ન પડે.
અરજી કરવા માટેની લિંક
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
| mahitiplus.com જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: આ માહિતી રેલ્વે ભરતી બોર્ડ ની સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર વિગતો ચોક્કસ ચકાસી લો.