GSSSB Fireman cum Driver Recruitment: ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે GSSSB અંતર્ગત વર્ષ 2025 માટે ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. ફાયર વિભાગમાં સેવા આપવા ઈચ્છતા યુવાનો માટે આ ભરતી એક ઉત્તમ તક છે. ફાયરમેન કમ ડ્રાઈવરની નોકરી એક જવાબદારીપૂર્ણ અને માન-સન્માનવાળી નોકરી છે, કારણ કે આ પદ પર કામ કરનારા કર્મચારીઓ લોકોને આગ જેવી કુદરતી અને અણધારી આપત્તિઓમાંથી બચાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અરજદારોને 9 ડિસેમ્બર 2025થી GSSSB ની સત્તાવાર વેબસાઇટ gsssb.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
મહત્વની તારીખ
GSSSB ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 9 ડિસેમ્બર 2025થી શરૂ થશે. ઉમેદવારોને 23 ડિસેમ્બર 2025 સુધીમાં તેમની ઓનલાઈન અરજી જમાકરવાની રહેશે. અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો, ફોટો, સહી અને શૈક્ષણિક પ્રમાણપત્રો તૈયાર રાખવા ખુબ જરૂરી છે. ફોર્મ સબમિટ થયા બાદ અરજી ફી 26 ડિસેમ્બર 2025 સુધી ભરવાની છેલ્લી તારીખ રહેશે. અમારા તરફથી આ ભરતીમાં અરજી કરવા માંગતા તમામ ઉમેદવારો માટે સલાહ એ છે કે છેલ્લી તારીખ સુધી રાહ ન જોતા અને સમયસર અરજી પૂર્ણ કરી દેવી જેથી કોઈ તકનીકી અડચણ ન પડે.
પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા
આ ભરતી હેઠળ કુલ 138 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં ફાયરમેન કમ ડ્રાઈવર (વર્ગ 3) તરીકે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ફાયરમેન કમ ડ્રાઈવર તરીકે ઉમેદવારને ફાયર વિભાગમાં અગ્નિશામક કામગીરી સાથે વાહન ચલાવવાની જવાબદારી પણ સોંપવામાં આવશે. તેથી આ પદ માટે શારીરિક ક્ષમતા, પરાક્રમ, ઝડપી નિર્ણય કરવાની કુશળતા જરૂરી છે. આ જગ્યાઓમાં જનરલ, EWS, SC, ST અને SEBC કેટેગરી માટે અનામત જગ્યાઓ પણ રાખવામાં આવી છે, જેથી સૌને સમાન તક મળી રહે. મહિલાઓ માટે પણ અલગથી અનામત જગ્યાઓ રાખવામાં આવી છે, જેથી મહિલાઓને પણ આ ક્ષેત્રમાં સમાન પ્રતિભાગ મળે.
ખાલી જગ્યાઓનું કેટેગરી મુજબ વિતરણ
GSSSB દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ કુલ 138 જગ્યાઓનું વિતરણ નીચે મુજબ છે. સામાન્ય કેટેગરી માટે 59 જગ્યાઓ, EWS માટે 13, SC માટે 9, ST માટે 20 અને SEBC માટે 37 જગ્યાઓ રાખવામાં આવી છે. આ ઉપરાંત કુલ જગ્યાઓમાંથી મહિલાઓ માટે પ્રત્યેક કેટેગરી મુજબ 44 જેટલી જગ્યા અનામત રાખવામાં આવી છે. આથી સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર મહિલાઓને ફાયર સર્વિસ જેવી જવાબદારીભરી નોકરીમાં પણ પ્રોત્સાહન આપે છે.
પગાર ધોરણ
ફાયરમેન કમ ડ્રાઈવર પદ માટે પસંદ થયેલા ઉમેદવારોને પ્રથમ ત્રણ વર્ષ માટે દર મહિને રૂ. 26,000 ની ફિક્સ પગારધોરણ અપાશે. આ સમયગાળા દરમિયાન ઉમેદવારોને તાલીમ, ફીલ્ડ વર્ક અને કામગીરીના વિવિધ પાસાઓનો અનુભવ મળશે. ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ નિયમિત પગાર અનુસાર ઉમેદવારોને લેવલ–2 હેઠળ રૂ. 19,900 થી રૂ. 63,200 સુધીનો માસિક પગાર મળશે. નિયમિત કર્મચારી તરીકે તેમને ઘર ભથ્થું, મુસાફરી ભથ્થું અને અન્ય સરકારી લાભો પણ પ્રાપ્ત થશે. સરકારી ભરતી હોવાને કારણે નોકરીમાં સુવિધાઓ અને ભવિષ્ય સુરક્ષિત રહે છે.
વય મર્યાદા
આ ભરતી માટે અરજદારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. સરકારશ્રીના નિયમો મુજબ અનામત કેટેગરીઓને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. સામાન્ય મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત પુરુષ ઉમેદવારોને 5 વર્ષ અને અનામત મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે. તેમજ ભૂતપૂર્વ સૈનિકો માટે તેમની સેવા વર્ષો પ્રમાણે ઉંમરમાં છૂટ આપવામાં આવશે. ઉંમર ગણતરી 23 ડિસેમ્બર 2025ના રોજના હિસાબે કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
ફાયરમેન કમ ડ્રાઈવર પદ માટે ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણી આધારિત રહેશે. GSSSB દ્વારા 210 ગુણની MCQ આધારિત OMR અથવા CBRT પરીક્ષા લેવામાં આવશે, જેમાં સામાન્ય જ્ઞાન, ફાયરમેનનો જ્ઞાન, વાહન ચલાવવાની સમજ સહિતના પ્રશ્નો આવવાની શક્યતા છે. પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. અંતે મેરિટ મુજબ પસંદગી કરવામાં આવશે. પરીક્ષામાં સારી તૈયારી માટે સત્તાવાર પાઠ્યક્રમ વાંચવાની સલાહ આપવામાં આવે છે.
શૈક્ષણિક લાયકાત
ફાયરમેન કમ ડ્રાઈવર તરીકે અરજી કરવા માટે ઉમેદવારો પાસે માન્ય બોર્ડમાંથી HSC (12મું ધોરણ) પાસ હોવું જરૂરી છે. સાથે સાથે ઉમેદવાર પાસે કોઈ માન્ય સંસ્થા દ્વારા આપવામાં આવેલ 6 મહિનાનો ફાયરમેન કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ, જેથી તેમને અગ્નિશામક ઉપકરણો, બચાવ કામગીરી અને સલામતીના તમામ નિયમોની સારી સમજ હોય. ઉમેદવારને હેવી મોટર વ્હીકલ (HMV) ડ્રાઈવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે, જેથી તેઓ ફાયર બ્રિગેડ વાહન ચલાવી શકે. લાયકાતના આ નિયમોના પાલન વિના અરજી માન્ય ગણાશે નહીં.
અરજી ફી
આ ભરતી માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂ. 500 નક્કી કરવામાં આવી છે. જ્યારે SC, ST, PwD અને મહિલા ઉમેદવારોને ફક્ત રૂ. 400 ફી ચૂકવવાની રહેશે. આ ફી ઓનલાઈન મોડ દ્વારા જ ભરવાની રહેશે, જેમ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટબેન્કિંગ અથવા યુપીઆઈ દ્વારા. અરજી ફી ચૂકવ્યા વિના ફોર્મ માન્ય ગણાશે નહીં.
અરજી પ્રક્રિયા
ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી માટે અરજદારોને GSSSB ની સત્તાવાર વેબસાઇટ gsssb.gujarat.gov.in પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. સૌથી પહેલા વેબસાઇટ પર જઈ “Apply Online” વિભાગમાં પ્રવેશવો અને GSSSB પસંદ કરવું. ત્યારબાદ જાહેરાત નંબર 370/2024-25 પસંદ કરી “Apply” બટન ક્લિક કરવું. ઉમેદવારે પોતાની વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક માહિતી અને અનુભવની વિગતો યોગ્ય રીતે ભરવી. ફોટો તથા સહી અપલોડ કર્યા બાદ ફોર્મ કન્ફર્મ કરવું. અંતે અરજી ફી ચૂકવી ફોર્મ સબમિટ કરવું. અરજી સબમિશન બાદ તેનું પ્રિન્ટ મેળવવાનું ભૂલશો નહીં.
અરજી કરવા માટેની લિંક:
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
| mahitiplus.com જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: આ માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર વિગતો ચોક્કસ ચકાસી લો.