NHM Recruitment 2025: નેશનલ હેલ્થ મિશન દ્વારા આરોગ્ય વિભાગ માં વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

NHM Recruitment 2025: ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સરકારી નોકરીની માટેની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખુશખબર છે. નેશનલ હેલ્થ મિશન દ્વારા તાજેતરમાં નવી ભરતી માટે ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે યોગ્ય અને લાયક ઉમેદવારોઓની અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ભરતી ની પ્રક્રિયામાં યોગ્ય પગારધોરણ, સ્પષ્ટ પસંદગી ના માપદંડ અને જરૂરી શૈક્ષણિક લાયકાતની માહિતી પણ જાહેર કરવામાં આવી છે. અમે આ ભરતીમાં કયા પદો માટે છે, કેટલી જગ્યા ખાલી છે, અને અરજી કરવાની સંપૂર્ણ રીત શું છે – તેથી સંપૂર્ણ માહિતી અમે આ લેખમાં સરળ અને સ્પષ્ટ ગુજરાતી ભાષામાં જણાવીશુ તેથી ધ્યાન પુર્વક લેખ વાંચવો .

મહત્વની તારીખ

નેશનલ હેલ્થ મિશન ભરતી માટેની અરજી પ્રક્રિયા 06 નવેમ્બર 2025થી શરૂ થશે અને તેની છેલ્લી તારીખ 12 નવેમ્બર 2025 રહેશે. આ સમયગાળા દરમિયાન ઉમેદવારો ઓફલાઇન માધ્યમથી પોતાની અરજી કરી શકે છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અંતિમ તારીખની રાહ જોયા વિના વહેલી તકે જરૂરી દસ્તાવેજો સાથે અરજી પ્રક્રિયા પૂર્ણ કરે, જેથી અંતિમ ક્ષણે કોઈ મુશ્કેલી ન પડે અને તેમની અરજી સફળતાપૂર્વક સ્વીકારવામાં આવે..

See also  Traffic Brigade Recruitment 2025: ટ્રાફિક બ્રિગેડ માં વિવિધ પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર સીધી ભરતી જાહેર

પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા

આ ભરતી અંતર્ગત નેશનલ હેલ્થ મિશન માં ફાર્માસિસ્ટ,મિડવાઇફ,સ્ટાફ નર્સ,PMN – GUHP,એસ.ઈ – GUHP,ફાર્માસિસ્ટ,લેબ ટેક્નિશિયન,તબીબ,મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ના પદ માટે લાયક અને અનુભવી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. કુલ 14 ખાલી જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારોને સૂચના આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલાં સત્તાવાર જાહેરનામું વિગતવાર વાંચે,

પગાર ધોરણ

નેશનલ હેલ્થ મિશન ની ભરતી માટે પગાર ધોરણ પદો પ્રમાણે મળશે, જેમાં શરૂઆતનો પગાર ₹11,000 થી ₹75,000/ સુધી મળશે. આ ભરતી વિવિધ પદો ના આધારિત રહેશે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી અનેક તબક્કાઓ દ્વારા કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયામાં મુખ્યત્વે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, લેખિત પરીક્ષા અને અનુભવો તથા વ્યક્તિગત ઇન્ટરવ્યૂમાં પ્રદર્શનને આધારે અંતિમ પસંદગી કરવામાં આવશે. લાયક ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે, જ્યાં તેમની કુશળતા, તકનિકી જ્ઞાન અને પદ માટેની યોગ્યતા ની ચકાસણી કરવામાં આવશે.

વય મર્યાદા

આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 થી 62 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025 ના આધાર પર કરવામાં આવશે. ઉંમર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

See also  BDL Recruitment 2025: ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા 70+ વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર,પગાર રૂ. 40,000 થી શરુ

દસ્તાવેજો

  • શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો
  • ડિગ્રી / ડિપ્લોમા માર્કશીટ
  • ટ્રાયલ સર્ટિફિકેટ
  • રજીસ્ટ્રેશન કાઉન્સિલનું પ્રમાણપત્ર (રીન્યુઅલ સહિત)
  • અનુભવનું પ્રમાણપત્ર
  • કોમ્પ્યુટર બેઝિક કોર્સનું પ્રમાણપત્ર
  • તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવાર પાસે માન્યિત યુનિવર્સિટીમાંથી કોઈપણ શાખામાં ડિગ્રી હોવી આવશ્યક છે. સાથે જ ઉમેદવાર પાસે સંબંધિત ક્ષેત્રનો અનુભવ અથવા તકનિકી જ્ઞાન હશે તો તેને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. લાયકાત સંબંધિત વિગતવાર માહિતી અને પદ માટે જરૂરી વિશિષ્ટ શૈક્ષણિક માપદંડો સત્તાવાર જાહેરાતમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા છે.

  • ડિગ્રી / ડિપ્લોમા

અરજી ફી

નેશનલ હેલ્થ મિશન દ્વારા જાહેર થયેલી આ ભરતીની માહિતીમાં જણાવાયું છે કે જનરલ વર્ગ અને અન્ય વર્ગ માટે અરજી ફી માફ છે.

અરજી પ્રક્રિયા

નેશનલ હેલ્થ મિશન ભરતી માટે અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઑફલાઇન માધ્યમથી જ હાથ ધરવામાં આવશે. ઉમેદવારોએ પોતાની અરજી સાથે જરૂરી તમામ દસ્તાવેજોની સચ્ચોટ નકલો જોડીને નીચે આપેલા સરનામે મોકલવાની રહેશે —
ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી & મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,ખેડા જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા, નડિયાદ.

See also  Jamnagar Municipal Corporation Recruitment: જામનગર મહાનગરપાલિકા દ્વારા રમતગમત ક્ષેત્રે વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

અરજી કરવા માટેની લિંક

ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
mahitiplus.com જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: આ માહિતી પી.એમ. પોષણ યોજના ની સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર વિગતો ચોક્કસ ચકાસી લો.

Leave a Comment