Traffic Brigade Recruitment 2025: સાબરકાંઠા જિલ્લામાં ટ્રાફિક સંચાલન કામગીરીને મજબૂત બનાવવા માટે ટ્રાફિક બ્રિગેડમાં વિવિધ પદો પર અરજી મંગાવવામાં આવી છે. ઉમેદવારોને ટ્રાફિક નિયંત્રણ, માર્ગ સલામતી અને કાનૂની વ્યવસ્થા જાળવવા માટે ફરજ બજાવવાની રહેશે. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આ ભરતી હિંમતનગર અને અન્ય પોલીસ સ્ટેશનો માટે જાહેર કરવામાં આવી છે.
મહત્વની તારીખો
અરજી ફોર્મ મેળવવાની શરૂઆત 4 ડિસેમ્બર 2025થી થશે. ઉમેદવારો અંતિમ તારીખ એટલે કે 12 ડિસેમ્બર 2025 સુધીમાં ફોર્મ પોલીસ સ્ટેશનથી મેળવી અને જરૂરી દસ્તાવેજો સાથે જમા કરવાનુ રહેશે. અંતિમ તારીખ પછી કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા
ટ્રાફિક બ્રિગેડ માટે કુલ જગ્યાઓ આ મુજબ છે. ટ્રાફિક શાખા માટે 4 ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશન માટે 3 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. તલોદ પોલીસ સ્ટેશનમાં 5 જગ્યાઓ ખાલી છે. વડાલી પોલીસ સ્ટેશનમાં 1 જગ્યા ઉપલબ્ધ છે. ઉમેદવારો પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશન મુજબ અરજી કરી શકે છે.
પગાર ધોરણ
ટ્રાફિક બ્રિગેડ માનદ સેવા આધારિત હોવાથી વેતન માનદ ધોરણે આપવામાં આવે છે. તાલીમ દરમિયાન કોઈ વેતન મળશે નહીં. અંતિમ પસંદગી બાદ કાર્યક્ષેત્ર અનુસાર માનદ વેતન પોલીસ વિભાગ દ્વારા નક્કી મુજબ ચૂકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયા ત્રણ મુખ્ય તબક્કામાં વહેંચાયેલ છે. પ્રથમ તબક્કામાં દોડની કસોટી લેવામાં આવશે જેમાં પુરુષ ઉમેદવારને 800 મીટર 4 મિનિટમાં પૂર્ણ કરવું પડશે. બીજા તબક્કામાં 30 ગુણની હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા લેવાશે. ત્રીજા અને અંતિમ તબક્કામાં 20 ગુણનું મૌખિક ઇન્ટરવ્યુ યોજાશે. ત્રણેય તબક્કામાં પાસ થયેલા ઉમેદવારોને પોલીસ સ્ટેશન અનુસાર અંતિમ મેરીટમાં સ્થાન આપવામાં આવશે.
ઉંમર મર્યાદા
અરજદારની ઉમર 18 વર્ષથી ઓછી કે 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. વય મર્યાદા ભરતીના તમામ ઉમેદવારો માટે સમાન રીતે લાગુ પડશે અને કોઈ છૂટછાટનો ઉલ્લેખ નથી.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ 6 પાસ હોવો જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવારનું વજન 50 કિલોગ્રામ અને ઉંચાઈ 5 ફૂટ 5 ઇંચ હોવી આવશ્યક છે. એનસીસી, એનએસએસ, રક્ષા શક્તિ યુનિવર્સિટી પાસઆઉટ, જિલ્લા કે રાજ્ય કક્ષા રમતગમત પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોને વધારું પ્રાધાન્ય આપવામાં આવશે. વધુ ઉંચાઈ અને મજબૂત દેહબાંધણી ધરાવતા ઉમેદવારોને પણ પ્રાથમિકતા મળશે.
રહેઠાણ સંબંધિત નિયમ
ટ્રાફિક શાખા માટે ઉમેદવાર હિંમતનગર એ ડિવીઝન, બી ડિવીઝન અથવા હિંમતનગર ગ્રામ્ય વિસ્તારનો રહેવાસી હોવો જોઈએ. પ્રાંતિજ, તલોદ અને વડાલી પોલીસ સ્ટેશનની જગ્યાઓ માટે ઉમેદવાર તે તે પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી હોવો ફરજિયાત છે. રહેઠાણના પુરાવા તરીકે આધાર કાર્ડ, મતદાર કાર્ડ અથવા રેશનકાર્ડ જ માન્ય રહેશે. ભાડા કરાર કે એફિડેવિટ માન્ય ગણાશે નહીં.
અરજી ફી
આ ભરતી સંપૂર્ણપણે માનદ સ્વરૂપની હોવાથી કોઈ અરજી ફી લેવામાં આવતી નથી. ઉમેદવારો મફતમાં ફોર્મ મેળવી અને જમા કરી શકે છે.
અરજી પ્રક્રિયા
ઉમેદવારોને 4 ડિસેમ્બર 2025થી 12 ડિસેમ્બર 2025 વચ્ચે સંબંધીત પોલીસ સ્ટેશનમાંથી અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે. ફોર્મ સાથે સ્વપ્રમાણિત દસ્તાવેજોની નકલો જોડવી અને અંતિમ તારીખ સુધી તે જ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવું રહેશે. તમામ વિગતો અને દસ્તાવેજોની તપાસ થયા બાદ ઉમેદવારોને શારીરિક પરીક્ષા અને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અંતિમ પસંદગી બાદ ઉમેદવારોને 15 દિવસની પ્રાથમિક તાલીમ હિંમતનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આપવામાં આવશે જેમાં કોઈ માનદ વેતન ચૂકવવામાં નહીં આવે.
અરજી કરવા માટેની લિંક:
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
| mahitiplus.com જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: આ માહિતી ટ્રાફિક બ્રિગેડ ની સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર વિગતો ચોક્કસ ચકાસી લો.